'આપ'ના ઇસુદાન ગઢવી અને ધારાસભ્ય ચૈતર વસાવા નાગરિક સંહિતા મુદ્દે શું બોલ્યા?

વીડિયો કૅપ્શન, Isudan Gadhvi અને Chaitar Vasava એ નાગરિક સંહિતાના વિરોધમાં શું કહ્યું? Uniform Civil Code
'આપ'ના ઇસુદાન ગઢવી અને ધારાસભ્ય ચૈતર વસાવા નાગરિક સંહિતા મુદ્દે શું બોલ્યા?

ગત 27 જૂને પહેલી વાર વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ યુસીસી પર નિવેદન આપ્યું હતું.

સમાન નાગરિક સંહિતા પર વડા પ્રધાનનું નિવેદન આવ્યા બાદ મોટા ભાગે વિપક્ષ એ આરોપ લગાવી રહ્યો છે કે 2024ની ચૂંટણી પહેલાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ બેરોજગારી, મોંઘવારી જેવા મુદ્દાથી ધ્યાન ભટકાવવા માટે યુસીસીનો રાગ છેડ્યો છે અને તેઓ લોકોને ગુમરાહ કરવા માગે છે.

જોકે કેટલાક વિપક્ષ તેના સમર્થનમાં પણ છે.

ત્યારે ડેડિયાપાડાના આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાએ યુનફૉર્મ સિવિલ કોડ વિશે પોતાના વિચારો વ્યક્ત કર્યા.

સાથે જ ગુજરાત આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઇસુદાન ગઢવીએ પણ યુસીસીને આદિવાસીવિરોધી ગણાવ્યો છે.

વીડિયો : તેજસ વૈદ્ય, કૅમેરા : પવન જયસ્વાલ

ઇસુદાન ગઢવી
રેડ લાઇન
રેડ લાઇન