સુદાનમાં માસિક માટેનાં સેનિટરી પૅડ બનાવવા સ્કૂલનાં વિદ્યાર્થીઓની ભાગીદારી

વીડિયો કૅપ્શન,
સુદાનમાં માસિક માટેનાં સેનિટરી પૅડ બનાવવા સ્કૂલનાં વિદ્યાર્થીઓની ભાગીદારી

પિરિયડ ઍજ્યુકેટર આઇશા જૌન સીમોન કહે છે કે જો મને મારા દેશમાં કંઈક બદલવાની તક મળશે તો હું ગ્રામીણ વિસ્તારમાં લોકોને સેનિટરી પૅડ બનાવવાની તાલીમ આપીશ.

દક્ષિણ સુદાનના જુબામાં આઇશા માસિકની સ્વચ્છતાનાં હિમાયતી છે.

તેઓ વિદ્યાર્થીઓને મેન્સ્ટ્રુઅલ હાઇજિન મૅનેજમૅન્ટ (MHM) અંગે તાલીમ આપે છે.

તેઓ કહે છે, હું મારા સહભાગીઓને સોયથી સેનિટરી પૅડ બનાવવાની તાલીમ એટલા માટે આપું છું કે સીવણ મશીન ઘણાં મોંઘાં છે.

જોકે દક્ષિણ સુદાનમાં કેટલાક પડકારો છે અને એ એ છે કે છોકરીઓ પાસે સેનિટરી પૅડ ખરીદવાના પૈસા હોવા અને માસિક અંગે જાણકારીનો અભાવ પણ એક પડકાર છે.

વિદ્યાર્થિની બેટ્ટી કિડન માઇકલ કહે છે કે મેં ઘણી ટ્રેનિંગમાં ભાગ લીધો છે અને તેનાથી મારા જીવનમાં પરિવર્તન આવ્યું. હું ચિંતામુક્ત છું.

સુદાન
બીબીસી
બીબીસી