ગુજરાતમાં ટ્રાન્સજેન્ડર સમુદાયની સરકાર પાસે શું અપેક્ષા છે?
ગુજરાતમાં ટ્રાન્સજેન્ડર સમુદાયની સરકાર પાસે શું અપેક્ષા છે?
ગુજરાતમાંથી ટ્રાન્સજેન્ડર સમુદાયના લોકો ગાંધીનગરમાં એકઠા થયા હતા. તેમણે લોકો દ્વારા તેમની સાથે થઈ રહેલા ભેદભાવ તથા અલગઅલગ મુદ્દે વાત કરી હતી.
ટ્રાન્સજેન્ડરોનું કહેવુ છે કે તેમને શિક્ષણ, સ્વાસ્થ્ય રોજગારી સહિતની સુવિધા મળવી જોઈએ.
આ સમુદાયની માગ છે કે આવાસ યોજનામાં અલગથી તેમના માટે આવાસની ફાળવણી સરકાર દ્વારા થવી જોઈએ.
બીબીસીએ સમગ્ર મામલે એલજીબીટીક્યુ સમાજના પ્રશ્નોને લઈને વાતચીત કરી હતી.
જુઓ બીબીસીનો વીડિયો અહેવાલ.

(બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન)



