You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ગુજરાતની પડોશમાં આવેલું એ ગામ જ્યાં માહિતી અધિકાર ચળવળનો પાયો નંખાયો
"ચોરીવાડો ઘણો હો ગયો રે, યો સરપંચ રૂપયા ખા ગ્યો રે, કોઈ તો મૂંડે બોલો..."
જેનો અર્થ થાય છે કે 'ઘણી ચોરી થઈ રહી છે, સરપંચે રૂપિયા ખાધા છે, કોઈ તો બોલો.'
1996માં ગુજરાતની પડોશમાં આવેલા રાજસ્થાનના રાજસમન્દ જિલ્લાના ભીમ તાલુકાના દેવ ડુંગરી ગામમાંથી નીકળેલો ભ્રષ્ટાચાર સામે વિરોધનો સૂર ધીરે-ધીરે ભીમ પહોંચ્યો, પછી બ્યાવર, રાજધાની જયપુર અને રાજસ્થાનના ખૂણે-ખૂણે.
બ્યાવરના ચાંગ ગેટ ચાર રસ્તા પર લોકો પોતાનાં ઘરોમાંથી કિલો-બે કિલો મકાઈ, બાજરી, ઘઉં, જે હોય તે લઈને 40 દિવસ સુધી ધરણા પર બેઠા.
જગ્યા-જગ્યાએ જન-સુનાવણી, જયપુરમાં 53 દિવસો સુધી આંદોલન, દિલ્હીમાં પ્રદર્શનો બાદ આખરે દેશને માહિતીનો અધિકાર મળ્યો.
માહિતીના અધિકાર અથવા તો સામાન્ય લોકો તેને RTI તરીકે ઓળખે છે કે રાઇટ ટુ ઇન્ફર્મેશન ઍક્ટ બન્યાને 20 વર્ષ પૂર્ણ થઈ ગયાં છે.
વીસ વર્ષ બાદ રાજસ્થાનના બ્યાવરના ચાંગ ગેટ પર ફરી એક વખત એ જ ગીતો ગૂંજી ઊઠ્યાં જે 1996માં યોજાયેલા આંદોલન વખતે ગૂંજતાં હતાં.
દર વર્ષે દેશભરમાં 12 ઑક્ટોબરના રોજ RTI મેળા યોજીને જાગૃતિ ફેલાવવાનું કામ કરતા RTI કર્મશીલો બ્યાવરના ચાંગ ગેટ પર 20 વર્ષ બાદ ફરી એક વખત મળ્યા હતા.
આ પ્રસંગે માહિતી અધિકારના આંદોલન સાથે જોડાયેલા કર્મશીલોનો આરોપ છે કે આ અધિકારને હવે નબળો પાડવામાં આવી રહ્યો છે. તેમણે આ પ્રકારના સરકારના પ્રયાસ સામે એક કૅન્ડલ માર્ચ પણ યોજી હતી.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન