ગુજરાત : 'નવરાત્રીમાં અન્ય ધર્મના લોકો પર પ્રતિબંધ'ની માગ અંગે ધારાસભ્ય ઇમરાન ખેડાવાલા શું બોલ્યા?

વીડિયો કૅપ્શન, વીડિયો જોવા માટે ઉપર ક્લિક કરો
ગુજરાત : 'નવરાત્રીમાં અન્ય ધર્મના લોકો પર પ્રતિબંધ'ની માગ અંગે ધારાસભ્ય ઇમરાન ખેડાવાલા શું બોલ્યા?

"ઓસમાણ મીર, ફરિદા મીર જેવાં શ્રેષ્ઠ કલાકારો જ્યારે ગરબા કે ભજન ગાતાં હોય ત્યારે એવું લાગે જ નહીં કે મુસ્લિમ કલાકારો છે."

ધારાસભ્ય ઇમરાન ખેડાવાલાએ "નવરાત્રીમાં મુસ્લિમો સહિત અન્ય ધર્મના લોકોને પ્રતિબંધ"ની ચર્ચા અંગે બીબીસી ગુજરાતી સાથે વાતચીત કરી હતી.

તેમણે કહ્યું હતું, "ગુજરાતમાં મોટા ભાગના હિન્દુઓને પણ એ વાતથી તકલીફ નથી કે મુસ્લિમો ગરબામાં આવે. અનેક મુસ્લિમો ચણિયાચોળી, દાંડિયા વગેરેની દુકાન પણ ચલાવે છે જ્યાંથી સૌ ખરીદી કરે છે. આવી બધી વાતો રાજકારણ કરનારા લોકો જ કરતાં હોય છે."

ઇમરાન ખેડાવાલાએ કહ્યું હતું કે, "કલાકાર એ કલાકાર હોય છે, તેને હિન્દુ-મુસ્લિમની દૃષ્ટિએ ન જોવો જોઈએ."

અહીં ઉલ્લેખનીય છે કે ગુજરાતમાં નવરાત્રી દરમિયાન યોજાતા ગરબા કાર્યક્રમોમાં અન્ય ધર્મના લોકો સહિત કલાકારો પર પણ પ્રતિબંધ મૂકવાની સોશિયલ મીડિયા પર કેટલાક લોકો માગ કરી રહ્યા છે.

ત્યારે ગુજરાતના એકમાત્ર મુસ્લિમ ધારાસભ્ય ઇમરાન ખેડાવાલાએ શું કહ્યું?

વધુ સાંભળવા માટે વીડિયો જુઓ...

ઇમરાન ખેડાવાલા, કૉંગ્રેસ, નવરાત્રી, ગુજરાત, બીબીસી ગુજરાતી

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન