સુરત : પગ વિના પણ ફૂડ ડિલિવરીનું કામ કરતાં પીયૂષની કહાણી

વીડિયો કૅપ્શન, મળો, બંને પગ વિના પણ ફૂડ ડિલિવરીનું કામ કરતા સુરતના પીયૂષને
સુરત : પગ વિના પણ ફૂડ ડિલિવરીનું કામ કરતાં પીયૂષની કહાણી

આ અહેવાલના કેટલાક અંશ કેટલાક દર્શકોને વિચલિત કરી શકે છે.

સુરતમાં પીયૂષ જ્યારે ડિલિવરી આપવા આવે ત્યારે લોકો આશ્ચર્યચકિત થઈ જાય છે, તેઓ બંને પગ ન હોવા છતાં ફૂડ ડિલિવરી એજન્ટ તરીકે કામ કરે છે.

પીયૂષનું ખરું નામ પૂજા ચૌધરી છે, તેઓ કહે છે કે ટોમબૉય જેવી પ્રકૃતિ હોવાને કારણે તેઓ પીયૂષ તરીકે જ ઓળખાય છે.

માતાપિતાની છત્રછાયા ગુમાવી ચૂકેલાં પીયૂષે એક ટ્રેન અકસ્માતમાં પોતાના બંને પગ ગુમાવી દીધા હતા.

એક તબક્કે તેઓ અવસાદમાં આવી ગયાં, પરંતુ એ પછી જીવનને નવેસરથી જીવવાનો નિર્ધાર કર્યો.

જુઓ પૂજા તરીકે જન્મેલાં પીયૂષની કહાણી, આ વીડિયોમાં.

સુરત પગ વગરના ડિલિવરી એજન્ટ, મહિલા, મહિલા આરોગ્ય, મહિલાઓની પ્રેરણાદાયી કહાણી, બીબીસી ગુજરાતી

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન