અંધ બળદને સાચવતા ખેડૂતની કહાણી

અંધ બળદને સાચવતા ખેડૂતની કહાણી

મહારાષ્ટ્રના ખેડૂત ઇન્દ્રસેન મોટેના સોન્યા નામના બળદને આંખનું કૅન્સર હતું. આ પછી તેની બંને આંખો કાઢી નાખવી પડી. ગ્રામલોકોએ અંધ બળદને વેચવાની સલાહ આપી કારણ કે તેની સંભાળ રાખવી મોંઘી પડી શકે છે. પરંતુ ઇન્દ્રસેને બળદને વેચ્યા વિના તેની સંભાળ લેવાનું નક્કી કર્યું. 12 વર્ષથી તેઓ અંધ બળદને સાચવી રહ્યા છે.

અહેવાલ અને ઍડિટ – રાહુલ રણસુભે

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયામાં Facebook પર , Instagram પર, YouTube પર, Twitter પર અને WhatsApp પર ફૉલો કરી શકો છો.