ગુજરાત : નવરાત્રીમાં ધૂમ મચાવતા કૌશિક ભરવાડને શરૂઆતમાં સફળતા કેમ નહોતી મળી?
ગુજરાત : નવરાત્રીમાં ધૂમ મચાવતા કૌશિક ભરવાડને શરૂઆતમાં સફળતા કેમ નહોતી મળી?
"મારે કપડાં મૅચિંગ, મનડાં મૅચિંગ, દલડાં મૅચિંગ કરવાં છે..."
આ ગીત તમને તમારા મોબાઇલમાં સોશિયલ મીડિયા પર રીલ સ્વરૂપે ક્યાંક મળી ગયું હશે અથવા તો નોરતાંમાં પણ તમને કદાચ સાંભળવા મળ્યું હશે.
આ ગીત નોરતાંમાં ખૂબ વાઇરલ થયું છે અને એ ગીત ગાનારા કૌશિક ભરવાડ ગુજરાતમાં લોકપ્રિય બની ગયા છે.
"કપડાં મૅચિંગ કરવાં છે" એ ગીત કૌશિક ભરવાડ અને હિના મીરે ગાયું છે. ગીતના શબ્દો અનિલ મીર અને રાહુલ દાફડાએ લખ્યા છે.
કૌશિક ભરવાડનું નામ રાતોરાત ભલે ગૂંજતું થઈ ગયું હોય પણ ગાયક તરીકેનો તેમનો સંઘર્ષ એક દાયકાનો છે. તેમણે અગાઉ ગાયેલાં ગીતો પણ હિટ નીવડ્યાં છે, પણ કપડાં મૅચિંગ ગીતે તેમની કારકિર્દી પર આભલાં જડી દીધાં છે.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન



