કાશ્મીરમાં જ નહીં, આ ગુજરાતીના ઘરમાં પણ કેસર ઊગે છે

વીડિયો કૅપ્શન, સુરતના યુવાન ઘરની અંદર કેસરની ખેતી કરી મેળવે છે લાખોની આવક
કાશ્મીરમાં જ નહીં, આ ગુજરાતીના ઘરમાં પણ કેસર ઊગે છે

ભારતમાં કાશ્મીર સિવાય ક્યાંય કેસર ઊગે છે, એવી વાત કોઈ કહે તો માન્યામાં ન આવે, પરંતુ સુરતના પ્રણયભાઈ સોલંકી નામના ઉદ્યમીએ આના માટે પ્રયાસ હાથ ધર્યો છે.

પ્રણયભાઈએ તેમના ઘરમાં દોઢસો ફૂટની જગ્યામાં જ કેસરની ખેતી માટેનું સેટઅપ તૈયાર કર્યું છે.

ફાર્માસ્યુટિકલ્સનું બૅકગ્રાઉન્ડ ધરાવતા પ્રણયભાઈનો દાવો છે કે તેમણે જેટલું રોકાણ કર્યું, તેના કરતાં વધુ આવક મળી રહી છે.

ત્યારે આ નવીન પ્રકારના પાક માટે જરૂરી સેટઅપ ઊભું કરવા માટે કેટલો ખર્ચ થાય, કઈ-કઈ બાબતોનું ધ્યાન રાખવું પડે, કઈ-કઈ સમસ્યા આવી શકે તથા એ પછી કેટલી આવક થાય તેના વિશે જાણો આ વીડિયોમાં.

પ્રણય સોલંકી, સુરતમાં કેસરની ખેતી, કેસરની ખેતી માટે જરૂરી સેટઅપ ઊભું કરવા માટે કેટલો ખર્ચ થાય, કઈ-કઈ બાબતોનું ધ્યાન રાખવું પડે, કઈ-કઈ સમસ્યા આવી શકે તથા એ પછી કેટલી આવક થાય, બીબીસી ગુજરાતી કૃષિ સમાચાર

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન