You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
અંધત્વ સાથે જન્મેલી અરવલ્લીની વીણાએ આપમેળે સંગીતમાં નિપુણતા કેવી રીતે મેળવી?
અરવલ્લી જિલ્લાના મેઘરજ તાલુકાના ફૂટા ગામે રહેતાં 13 વર્ષીય વીણા દિનેશ ખાંટ પ્રજ્ઞાચક્ષુ છે, પરંતુ તેમણે કંઠમાં સંગીતને સાધ્યું છે. વીણાએ સંગીતની કોઈપણ જાતની વિધિવત તાલીમ મેળવી નથી. તેમ છતાં હાર્મોનિયમના સથવારે કર્ણમધુર ગીતો-ભજનો ગાય છે. વીણાએ કોઈ સંગીત શિક્ષક કે સંગીત વર્ગમાં તાલીમ નથી મેળવી પણ તેમનાં સૂરને સાંભળતા પ્રતીત થાય છે કે તેમણે સૂરની સમજ અને ગળું બંને કેળવી લીધાં છે. વીણાનાં પિતા દરજીકામ કરીને પાંચ લોકોનું ગુજરાત ચલાવે છે. આર્થિક પરિસ્થિતિ ખરાબ હોવાને લીધે વીણાનાં પિતા સંગીતના સાધનો વસાવી શકે તેમ નથી, પરંતુ વીણાની પ્રતિભા જોઈને અન્ય મદદગારો હાર્મોનિયમ અને અન્ય વાંજીત્રો ભેટમાં આપ્યાં. વીણા ભણવામાં પણ હોશિયાર છે. વીણાની ઇચ્છા છે કે તેઓ સંગીતના ક્ષેત્રે આગળ વધે અને પરિવારનું નામ રોશન કરે. વીણાની સંગીત પ્રતિભા સાંભળવા માટે જુઓ આ વીડિયો અહેવાલ...