ભારતના આ વિસ્તારમાંથી ગુમ થઈ રહી છે મહિલાઓ, વર્ષોથી રાહ જુએ છે પરિવારો

ભારતના આ વિસ્તારમાંથી ગુમ થઈ રહી છે મહિલાઓ, વર્ષોથી રાહ જુએ છે પરિવારો

મધ્ય પ્રદેશમાં દર બે કલાકે ત્રણ છોકરી કે મહિલા ગાયબ થઈ રહી છે. મતલબ કે દિવસની લગભગ 43.

મધ્યપ્રદેશ સરકારના જાન્યુઆરી 2024થી જૂન 2025 સુધીના આંકડામાં આ વાતનો ખુલાસો થયો છે.

આ લાપતા થયેલા કેસોમાં સગીરાથી લઈ યુવતીઓ અને મહિલાઓ છે. આમાંથી કેટલાંક પોતાનાં ઘરે પાછાં ફર્યાં છે અને જેઓ પાછાં નથી આવતાં તેમનાં પરિવારના ભાગમાં આવે છે રાહ જોવાનું, યાદો અને પોલીસ સ્ટેશનના ધક્કા.

જુઓ આવા જ કેટલાક પરિવારોની આપવીતી, આંકડા અને સરકાર શું કહે છે?

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન