રાજકોટ: કોમી એકતાનું અનોખું ઉદાહરણ, મુસ્લિમ મહિલા કરે છે ગરબીનું આયોજન

વીડિયો કૅપ્શન, Rajkot : આ મુસ્લિમ મહિલા વર્ષોથી કરે છે ગરબીનું આયોજન, પોતાના અનુભવ વિશે શું કહ્યું?
રાજકોટ: કોમી એકતાનું અનોખું ઉદાહરણ, મુસ્લિમ મહિલા કરે છે ગરબીનું આયોજન

"મને એવું બિલકુલ નહીં કે માતાજીની ગરબી કે આરતી નહીં કરવાની, ભગવાન અને અલ્લાહ બધું સરખું જ છે, અહીં ઘણી નાની દીકરીઓ ગરબા રમવા આવે છે."

આ શબ્દો છે મુમતાઝબહેન મલિકના.

સાંપ્રત સમયમાં જ્યારે સૌહાદપૂર્ણ વાતાવરણ ડહોળાવાની ઘટનાઓ સામે આવી રહી છે ત્યારે રાજકોટની એક ગરબી કોમી એકતાની રાહ ચીંધે છે.

આ ગરબીનું આયોજન કરનાર એક મુસ્લિમ છે: મુમતાઝ મલિક.

તેઓ છેલ્લાં છ વર્ષથી રાજકોટના ધરમનગરની આવાસ વસાહતમાં નવદુર્ગા ગરબી મંડળનું આયોજન કરે છે.

અહીં ઘણી નાની બાળાઓ ગરબી રમવા આવે છે અને નવરાત્રિની ઉજવણી કરે છે.

કેવી રીતે ગરબા આયોજનનો ક્રમ શરૂ થયો અને લોકોનો કેવો સાથ મળ્યો? જાણો મુમતાઝબહેન મલિક પાસેથી, આ વીડિયોમાં.

રાજકોટ મુસ્લિમ મહિલા, નવરાત્રી, ગરબા, ગરબી, બીબીસી ગુજરાતી

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન