એ દાદીઓ જે ઘડપણમાં વાંચતાંલખતાં શીખ્યાં, પ્રેરણાની કહાણી
એ દાદીઓ જે ઘડપણમાં વાંચતાંલખતાં શીખ્યાં, પ્રેરણાની કહાણી
સદીઓ પહેલા બાળકીઓને ભણાવવાની પ્રથા નહોતી એટલે આ મહિલાઓ ભણી ના શકી. પણ હવે પ્રથા બદલાઈ ગઈ છે ત્યારે આ મહિલાઓ અક્ષરજ્ઞાન મેળવવા મહેનત કરી રહી છે.
પંજાબના સંગરૂર જિલ્લાના થાલેસન ગામમાં કેન્દ્રસરકારના 'ન્યુ ઇન્ડિયા લિટરસી પ્રોગ્રામ' હેઠળ આ મહિલાઓને અક્ષરજ્ઞાન આપવામાં આવી રહ્યું છે. આ નાનકડા ગામમાં 12 કરતાં વધુ મહિલાઓ આ યોજનાનો લાભ લઈ રહી છે.
સુરજિતકોરના ઘણા સંબંધી દુબઈમાં રહે છે. તેમને જયારે દુબઈથી પુત્રીનો વીડિયો કૉલ આવે ત્યારે ખુશીથી તેઓ કહી શકે છે કે તેમણે સહી કરતાં શીખી લીધું છે.
આ દાદીઓને ભણાવવામાં ગામની બે વહુઓનો પણ મોટો ફાળો છે. તેઓ આ મહિલાઓને સ્વયંસેવક બનીને ભણાવે છે.
આ કાર્યક્રમના નોડલ અધિકારી પ્રિન્સિપાલ પ્રવિણ મનચંદા કહે છે કે કેન્દ્ર સરકાર NILP યોજના હેઠળ કેન્દ્ર સરકાર આ લોકોને સાક્ષર બનાવે છે.
જુઓ, આ પ્રેરણાદાયી વીડિયો રિપોર્ટ




