"બાળકો મને મિત્ર માને છે", શાળામાં વિદ્યાર્થીઓની માફક યુનિફોર્મ પહેરીને આવનાર શિક્ષકનો સબક

વીડિયો કૅપ્શન, તેલંગાણાના આ શિક્ષક શાળામાં યુનિફોર્મ પહેરીને કેમ જાય છે?
"બાળકો મને મિત્ર માને છે", શાળામાં વિદ્યાર્થીઓની માફક યુનિફોર્મ પહેરીને આવનાર શિક્ષકનો સબક

તેલંગણાની શાળામાં વિજ્ઞાનના શિક્ષક યુનિફોર્મ પહેરીને દરરોજ શાળાએ આવે છે તેના કારણે વિદ્યાર્થીઓને મજા આવે છે.

ભીમપુત્ર શ્રીનિવાસ નામના શિક્ષક કહે છે કે તેઓ પાંચ વર્ષથી આ રીતે બાળકોને યુનિફોર્મ પહેરીને ભણાવે છે.

તેઓ કહે છે કે "હું સામાન્ય કપડાં પહેરતો ત્યારે બાળકો મારાથી અંતર રાખતાં. પરંતુ હવે તેઓ મને પોતાનો મિત્ર ગણે છે. બાળકો મને સવાલો પૂછે છે અને મારી સાથે હળીભળી જાય છે."

એક વાલીએ જણાવ્યું કે સરકારી શાળાના શિક્ષક આ રીતે બાળકોને ભણાવે તે બહુ સારી વાત છે.

બીબીસી ગુજરાતી શિક્ષક વિદ્યાર્થી યુનિફોર્મ

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન