આ રીતે અમે સ્કૂલ જઇએ

    બે બહેનો, એક જોખમી ડુંગરાળ કેડી અને હાઇ વાયરબ્રિજ

    News imageNews imageNews image

    રાધિકા અને યશોદા સ્કૂલ જવા-આવવા માટે દરરોજ છ કલાકનો પ્રવાસ ખેડે છે.

    હિમાલયના પર્વતો વચ્ચે વસેલા એક અંતરિયાળ ગામમાં બન્ને બહેનો રહે છે. પણ ભણવું તેમના માટે બહુ મહત્વનું છે.

    આ 360 વીડિયોમાં જુઓ તેમનો દરરોજનો પ્રવાસ - અથવા સ્ક્રૉલ ડાઉન કરીને વાંચો તેમની કહાણી.

    360નો સંપૂર્ણ આનંદ માણવા માટે મોબાઇલને નમાવો અને ફેરવો. જો તમે ડેસ્કટોપ પર જોઈ રહ્યાં હો તો દ્રશ્યને ઉપર નીચે કરવા કે કોઈપણ દિશામાં ઘૂમાવવા માટે માઉસનો ઉપયોગ કરો.

    સફારી વેબ બ્રાઉસર પર તે કામ નહીં કરે - યુટ્યુબ મોબાઇલ એપ પર જોવું આપના માટે શ્રેષ્ઠ અનુભવ બની રહેશે.

    ચોમાસાની ઋતુ છે અને સવારના પાંચ વાગ્યા છે. કઠેરા પર બેસી રાધિકા અને યશોદા મોં ધોઈ રહી છે.

    નાસ્તામાં વધારે રોટલી કોને મળે એને લઈને બન્ને એકબીજાને ચીડવી રહી છે.

    તેમના આ રમતિયાળપણા પરથી કોઈ કહી ના શકે કે અડધો કલાક પછી બન્ને સ્કૂલ જવા માટે અત્યંત જોખમી પ્રવાસ પગપાળા ખેડશે.

    એક એવો પ્રવાસ કે જે તેમને પર્વતોની વચ્ચેથી, ગાઢ જંગલમાંથી અને એક ગાંડીતૂર નદી પાર કરીને સ્કૂલે લઈ જશે.

    પણ એ પહેલા હિમાલયમાં આવેલા પોતાના નાના એવા ગામના મંદિરે દર્શન કરવા બન્ને બહેનો પહોંચી જાય છે.

    મંદિરમાં ઘંટ વગાડી દેવતાને પોતાનું રક્ષણ કરવા આહ્વાન કરે છે.

    સ્યાબા નામના અંતરિયાળ ગામમાંથી સ્કૂલે જવા માટે પ્રવાસ ખેડતા ગામના છ બાળકોમાં 14 અને 16 વર્ષની આ બન્ને બહેનો પણ સામેલ છે.

    સ્યાબા ગામની એક સવાર

    સ્યાબા ગામની એક સવાર

    ચહેરા પર સ્મિત અને ભારે હૃદય સાથે તેમના પિતા બન્નેને સ્કૂલે જવા વિદાય આપે છે.

    સ્કૂલે જવા માટે બેથી ત્રણ કલાક જેવો સમય લાગે છે અને એટલો જ સમય પાછા ફરતા. જો કે એ સમયનો આધાર અહીંના બદલાતા વાતાવરણ સાથે ઓછો-વધતો થતો રહે છે.

    બન્ને કિશોરીઓની સ્કૂલો જ્યાં આવેલી છે એ મનેરી અને મલ્લા ગામ જવાનો આ એક માત્ર રસ્તો છે.

    ભાગીરથી નદીની ખીણ (ગુગલ મેપ)

    ભાગીરથી નદીની ખીણ (ગુગલ મેપ)

    ઉત્તરાખંડમાં હિમાયલની ટેકરીઓ વચ્ચે સ્યાબા નામનું આ અંતરિયાળ ગામ વસેલું છે. ગામમાં માંડ 500 લોકો રહે છે. સ્યાબા આવવા-જવા માટે રસ્તાનું કોઈ નામનિશાન નથી.

    પુસ્તકો અને નાસ્તામાં શાક-રોટલી લઇને બન્ને કિશોરીઓ ખડકાળ રસ્તા પર ચાલી નીકળે છે.

    બે કલાક બાદ પ્રવાસનો સૌથી જોખમી તબક્કો આવે છે જ્યારે તેમણે ભાગીરથી નદી પાર કરવાની આવે છે.

    નદી પર બનેલો તારનો પુલ

    નદી પર બનેલો તારનો પુલ

    ધસમસતી નદી પાર કરવા તેમણે કેબલથી લટકતી ટ્રૉલીમાં સવાર થઈને બીજી તરફ જવાનું હોય છે.

    ટ્રૉલીને ખેંચવા માટે બહુ તાકાતની જરૂર પડે. ખાસ કરીને ચોમાસામાં વરસાદ પડ્યો હોય ત્યારે ટ્રૉલી વધુ ભારે થઈ જતી હોય છે. ઇજા થવી અહીં સાવ સામાન્ય બાબત છે.

    સ્થાનિક લોકોને આવી ઇજા ઘણી વખત થઈ છે. કેટલાકે તો પોતાની આંગળીઓ કાયમ માટે ગુમાવવી પડી છે.

    ધસમસતી નદીમાં પડી ના જવાય એ માટે અમારે ટ્રૉલીને મજબૂતીથી પકડી રાખવી પડે છે.”

    યશોદા

    તેમનો પિતરાઈ એક વખત દોરડાં સાથે ફસાઈ ગયો હતો અને નદીમાં ખાબક્યો હતો. સદનસીબે તેનો જીવ બચી ગયો હતો.

    યશોદા કહે છે કે “વાયર પર લગાવાયેલા ગ્રીસનું પણ ધ્યાન રાખવું પડે છે. તેમ છતાં અમારા હાથ તો ગંદા થાય જ છે. પણ કપડાં ના બગડે એ માટે અમે સતત સાવધ રહીએ છીએ.”

    “અમારો સ્કૂલ યુનિફોર્મ સફેદ છે એટલે ડાઘ સરળતાથી દેખાઈ જાય છે.”

    એક વખત ભાગીરથી નદીના ઉત્તર તટ પર સુરક્ષિત પહોંચી ગયા બાદ બન્ને બહેનો ટેક્સી પકડીને સ્કૂલ પહોંચે છે.

    ગાઢ જંગલના તેના પોતાના ભયસ્થાનો છે. અહીં છાશવારે રીંછ અને દીપડા દેખા દે છે.

    આ વર્ચ્યૂઅલ રિઆલિટી ડૉક્યુમેન્ટરીમાં યશોદા અને રાધિકા તેમની સાહસપૂર્ણ અને અસાધારણ સફરમાં દર્શકોને સાથે લઈ જાય છે.

    ઉત્તરકાશીના પર્વતોમાં સ્યાબા જેવા લગભગ 200 ગામ વસેલા છે.

    કેટલાક માર્ગ સાથે જોડાયેલા છે પણ મોટાભાગના ગામોમાં માત્ર પગપાળા પહોંચી શકાય છે.

    દિલ્હીથી ભાગીરથી નદીના ક્રૉસિંગપૉઇન્ટનું અંતર 400 કિમી છે. (ગુગલ મેપ)

    16 વર્ષની યશોદા પોલીસ અધિકારી બનવા માગે છે જ્યારે 14 વર્ષની રાધિકાને શિક્ષિકા બનવું છે.

    તેમના માતા પિતાના નાની ઉંમરે લગ્ન થઈ ગયા હતા. જો કે આ બન્ને બહેનોમાંથી કોઈ પણ નાની વયે પરણવા નથી માગતી. તેમને ભણવું છે.

    યશોદા ગંભીર અને શાંત જણાય છે. જ્યારે રાધિકા પગ પર ચોંટેલી જળોને દૂર કરવા નમે એટલી સેકન્ડ્સ પુરતી જ ચૂપ રહે છે.

    રાધિકા અને યશોદા

    રાધિકા અને યશોદા

    ચોમાસા દરમિયાન કાદવ-કીચડથી લથપથ આ રસ્તા પર અઢળક જળો હોય છે.

    દિવાસળીથી તેને સળગાવતા રાધિકા હસી પડે છે. દરરોજની છ કલાકની સફરમાં એને જળોની ખાસ પડી નથી.

    એ કહે છે “હું કોઇનાથી પણ નથી ડરતી.” પોતાની બહેનની માફક એને પણ તેનું ગામ અને અહીંની આબોહવા બહુ ગમે છે.

    વરસાદમાં અહીં પર્વતો પર કેટલાય ઝરણા ફૂટી નીકળે છે. જો તમે શહેરમાંથી આવતા હો તો આ ઝરણાં તમને મોહિત કરી દેશે.”

    યશોદા

    તેમના સંબંધીઓમાંથી કોઇનો મોબાઇલ ફોન મળે ત્યારે યશોદા અને રાધિકા હમેંશા એની નાની પિક્સલેટેડ સ્ક્રિન પર બોલિવુડના ગીતો જૂએ છે.

    એમના ઘરે ટીવી નથી. પણ એમના કાકાને ત્યાં છે. ઘણી વખત તેઓ સહપરિવાર તેમને ત્યાં કોઈ કાર્યક્રમ જોવા જાય છે.

    રવિવારની એક શાંત બપોરે બીબીસી ક્રુ તેમને ત્યાં શૂટ માટે પહોંચી ત્યારે યશોદા મોબાઇલ પર ગીતો વગાડી રહી હતી અને રાધિકા માથે ગુલાબી સ્કાર્ફ બાંધીને નૃત્ય કરવાની તૈયારી કરી રહી હતી.

    યશોદા કહે છે “અમે ઘણા સપનાં જોઇએ છીએ.”

    “અમારા સપનાઓમાં ઘણી વખત ભૂત આવે છે. શહેરની હૉસ્ટેલમાં રહીને અભ્યાસ કરતા અમારા નાના ભાઈને ક્યારેક ક્યારેક સપનામાં જોઇએ છીએ. કારણ કે એ શનિ-રવિની રજાઓમાં જ ઘરે આવે છે.’’

    સ્યાબા ગામના મોટાભાગના બાળકો આઠમા ધોરણ બાદ સ્કૂલ અને ભણવાનું છોડી દે છે. એમણે વધુ અભ્યાસ કરવો હોય તો ઘર-ગામ છોડીને શહેરમાં જવું પડે.

    બાળકોને ઘરથી દૂર મોકલીને ભણાવવાનું અહીંના ઓછી આવક ધરાવતા ગરીબ પરિવારોને પોસાતું નથી.

    માતા-પિતા સાથે રાધિકા અને યશોદા

    માતા-પિતા સાથે રાધિકા અને યશોદા

    બીબીસી ટીમ સ્યાબામાં હેડસેટ લઈ જવાનું આયોજન કરી રહી છે કે જેથી તેમનું કુટુંબ VR ડૉક્યુમેન્ટરી જોઈ શકે, તેને અનુભવી શકે.

    આ તેમની ફિલ્મ છે. યશોદા અને રાધિકાના માતા-પિતા માટે પોતાની પુત્રીઓ સાથે સ્કૂલનો પ્રવાસ ખેડવાની આ તક છે.

    News image