ભારત સરકાર મુજબ એક ગામનાં દસ ટકા ઘરો અને જાહેર મિલકતો ગ્રીડ સાથે જોડાય એટલે તે ગામમાં વીજળી પહોંચી ગઈ એવું માની શકાય. ડિસેમ્બર 2018 સુધી દેશનાં દરેક ગામમાં વીજળી પહોંચાડવાનાં લક્ષ્ય સાથે ઓગસ્ટ 2015માં વડાપ્રધાન મોદીએ 15 હજાર કરોડ રૂપિયાની યોજના શરૂ કરી હતી.
આ યોજના અંતર્ગત દેશનાં 5,97,464 ગામડાંઓ અને 5 કરોડ ઘરો ગ્રીડ સાથે જોડાઈ ગયાં છે.
1947માં સ્વતંત્રતા મેળવ્યા બાદ ભારતે ખૂબ પ્રગતિ કરી છે.
1947માં...
માત્ર 1500 ગામોમાં વીજળી ઉપલબ્ધ હતી.
2005 થી 2014ની વચ્ચે...
..1,082,280 ગામડાંમાં વીજળી પહોંચી ગઈ છે.
મે 2018 સુધી...
...18,452થી વધારે ગામો સુધી વીજળી પહોંચી જશે.
જો કે દેશનાં મોટાભાગનાં ગામોમાં વીજળીનું કનેક્શન છે, પરંતુ આસપાસના વિસ્તારોમાં છેવાડાનાં ઘર સુધી વીજળી પહોંચાડવી થોડી ખર્ચાળ બની શકે છે.
કેટલાક લોકો વીજળીનું બિલ ભરી ન શકવાના કારણે વીજળીનો ઉપયોગ કરવા માગતા નથી. વીજપુરવઠાના અભાવે ઘણા લોકો વીજસેવા લેવા તૈયાર થતા નથી.







