આ મહિલા ક્રિકેટરે બાળકના જન્મ બાદ WPLમાં રમવા માટેની ફિટનેસ કેવી રીતે મેળવી?
વુટાલા સ્નેહા દીપ્તિ બે વર્ષનાં બાળકનાં માતા છે અને તેમણે વિમેન્સ પ્રીમિયર લીગ 2023માં રમવાની તક ઝડપી લીધી છે.
હાલમાં જ મુંબઈ ખાતે થયેલી હરાજીમાં દિલ્હી કેપિટલ્સે તેમને 30 લાખ રુપિયામાં કરારબદ્ધ કર્યા છે.
સ્નેહા દીપ્તિ આંધ્રપ્રદેશના વિશાખાપટ્ટનમનાં રહેવાસી છે.
તેમના પિતાના પ્રોત્સાહનથી, જ્યારે તેઓ 8 વર્ષના હતા ત્યારે તેમણે પ્રૅક્ટિસ કરવાનું શરૂ કર્યું હતું. 2013માં 16 વર્ષની ઉંમરે તેમને ભારતીય ટીમમાં પસંદ કરવામાં આવ્યાં હતાં.
તેઓ એક વર્ષમાં બે ટી-20 મૅચ અને એક વનડેમાં બાંગ્લાદેશ સામે રમ્યાં હતાં.
દિપ્તી કહે છે કે 2013 બાદ તેઓ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી બહાર થઈ ગયાં હતાં, પરંતુ તેઓ ડૉમેસ્ટિક ક્રિકેટ રમી રહ્યાં હતાં.
તેઓ આંધ્ર ક્રિકેટ ઍસોસિયેશન, ઇન્ડિયન રેલવેઝ સાઉથ ઝોન તરફથી રમ્યાં.
તેઓ કહે છે કે પ્રેગ્નન્સીના ચાર-પાંચ મહિના બાદ તેમણે પોતાની ફિટનેસ પર ધ્યાન આપવાનું શરૂ કર્યું અને ક્રિકેટમાં ફરી એન્ટ્રી કરી. જુઓ આ અહેવાલ...

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો
