એ બીમારી જેમાં ચામડી પોતાનો રંગ ખોઈ દે છે તે વિટીલાઇગો શું છે?
આ વીડિયો અહેવાલમાં એ લોકોની કહાણી છે જેમને એમના ચામડીના અલગ રંગને કારણે ભેદભાવનો સામનો કરવો પડ્યો પણ તેઓ હિંમત ન હાર્યા અને જીવનમાં હિંમતથી ન માત્ર આગળ વધ્યા, તેમણે સિદ્ધીઓ પણ મેળવી.
શાળામાં કે ઘરની બહાર નીકળે ત્યારે તેમને ચામડી પર થતા આ રોગ જેને વિટિલીગો એટલેકે પાંડુરોગ કહેવાય છે તેને કારણે અનેક વાર મ્હેણાં ટોણાંનો સામનો કરવો પડ્યો.
આ બીમારીથી પીડિત એક મહિલા કહે છે કે શાળામાં લોકો અલગ પ્રકારે વર્તન કરતા હતા જેનાથી હું એટલી સુંદર નથી એવું અનુભવતી.
અન્ય એક મહિલા કહે છે કે એવું લાગે છે કે કંઈક ચોંટી ગયું છે જેને ઊખાડીને ફેંકી દઉં.
કોઈ નથી ઈચ્છતું કે દાગ દેખાય.
તેમની શું આપવીતી છે તે જાણો આ વીડિયો અહેવાલમાં...

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો
