બીબીસી કેવી રીતે કામ કરે છે અને તેને પૈસા કોણ આપે છે?

વીડિયો કૅપ્શન, બીબીસી કેવી રીતે કામ કરે છે અને તેને પૈસા કોણ આપે છે?

બીબીસીની ભારતીય ઑફિસો પર આવેકવેરા વિભાગની કાર્યવાહીના પડઘા મંગળવારે બ્રિટિશ સંસદમાં પણ પડ્યા.

બ્રિટિશ સાંસદોએ સરકારને સવાલો પૂછ્યા કે વિદેશમંત્રી આ કાર્યવાહી પર કોઈ નિવેદન કેમ આપતા નથી?

બ્રિટનની ડૅમોક્રેટિક યુનિયનિસ્ટ પાર્ટીના સાંસદ જિમ શૅનને કહ્યું, "આપણે એ બાબતે બિલકુલ સ્પષ્ટ હોવું જોઈએ કે આ એક ધમકાવવાની કાર્યવાહી હતી. જે દેશના નેતાની ટીકાત્મક ડૉક્યુમેન્ટરી પ્રસારિત થયા બાદ કરવામાં આવી હતી."

હજી સુધી આ મામલે યુકે સરકાર દ્વારા કોઈ સત્તાવાર નિવેદન જાહેર કરવામાં આવ્યું નથી.

બીબીસી એક સ્વતંત્ર સંસ્થા છે, જે કોઈ પણ રીતે બ્રિટિશ સરકારનો ભાગ નથી.

લાઇન

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો

લાઇન