mahashivratri: જૂનાગઢના શિવરાત્રિના મેળામાં આવેલાં વિદેશી સાધ્વી કોણ છે?

વીડિયો કૅપ્શન, mahashivratri:જૂનાગઢના શિવરાત્રિના મેળામાં આવેલાં વિદેશી સાધ્વી કોણ છે?

જૂનાગઢમાં ભવનાથના શિવરાત્રી મેળાને મિની કુંભ માનવામાં આવે છે. શિવરાત્રી મેળાની શરૂઆત થતાંની સાથે આ વખતે પણ દેશ-વિદેશથી ભાવિક ભક્તો ઊમટી પડ્યા છે.

આ રશિયન યુવતીની જેમ જ મૂળ વિદેશી અને હાલ ભારતમાં સાધુ-સંન્યાસી અને સાધક બનીને સનાતન ધર્મ અપનાવીને રહેતા કેટલાક વિદેશી સાધકોએ પણ મેળામાં ધૂણો લગાવ્યો છે.

આટલાં વર્ષોમાં તેમણે ભારતીય સંસ્કૃતિ અને સનાતન ધર્મ વિશે ઘણું જ્ઞાન મેળવ્યું છે. તેઓ આ વિશે બોલવા ઉપરાંત શ્લોક પણ બહુ સારી રીતે ઉચ્ચારી શકે છે.

તો દર વર્ષે મહાશિવરાત્રિના મેળાને લઇને તેઓ ઉત્સાહિત હોય છે.

વીડિયો - હનીફ ખોખર/ સુમિત વૈદ

લાઇન

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો

લાઇન