બનાસકાંઠાના યુવકે બનાવી એવી કંકોત્રી જે પક્ષીઓને થાય છે ઉપયોગી

વીડિયો કૅપ્શન, બનાસકાંઠાના આ યુવકે બનાવી એવી કંકોત્રી જે પક્ષીઓને થાય છે ઉપયોગી

સામજિક જીવનમાં લગ્નની ખુશી દરેક મનુષ્ય અને ઘર પરિવાર માટે મહત્ત્વનો પ્રસંગ હોય છે.

લગ્નનો માહોલ ઘરમાં અનેરી ખુશી લઈ આવતો હોય છે. અને દરેક પરિવાર પોતાની શક્તિ પ્રમાણે કોઈ કચાસ ન રહે એ રીતે ખર્ચ કરતો હોય છે.

માલેતુજાર પરિવારો લગ્ન જેવા પ્રસંગોમાં લખલૂટ ખર્ચ કરી તેને યાદગાર બનાવતા હોય છે.

જ્યારે ડીસા તાલુકાના વાસણા નવા ગોળીયા ગામના મુકેશ માળી જેવા યુવાન પોતાના લગ્નને પરંપરાગત લગ્ન પ્રસંગ કરતાં કંઈક અલગ રીતે સાદાઈથી કરી અન્યો માટે પ્રેરણા બનતા હોય છે.

જુઓ વીડિયો અહેવાલ...

લાઇન

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો

લાઇન