ભારતીયો સાથે લગ્ન કરનાર ભુતાનવાસીઓના પ્રેમમાં સરહદની દીવાલ આડે કેમ આવી રહી છે?
ભુતાન અને ભારતના સંબંધો હંમેશાં સારા રહ્યા છે. બન્ને દેશોની દોસ્તીની મિસાલ અપાય છે. પણ ભુતાનના યુવકો અને યુવતીઓને હવે ભારતમાં લગ્ન કર્યાં બાદ અનેક પડકારોનો સામનો કરવો પડી રહ્યો છે.
સરહદપાર પ્રેમના પડકારો વચ્ચે પોતાના પ્રેમની જગ્યા બનાવી લે છે. પણ અહીં પરીક્ષાઓ પૂર્ણ થવાનું નામ નથી લઈ રહી.
ભુતાનના યુવકો ભારતમાં લગ્ન કર્યાં બાદ પત્નીને ઘરે લઈ જવામાં મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે. લગ્ન બાદ પણ જો યુવતી સાસરિયામાં જાય તો ભુતાનની સરકાર એની પાસેથી દરરોજના એસડીએફના રૂપે 1200 રૂપિયા વસૂલે છે.
પહેલાં આવું નહોતું. ભુતાન પહેલાં ભારતીયો પાસેથી એસડીએફ વસૂલતું નહોતું. પણ ગત વર્ષે સપ્ટેમ્બરમાં કોવિડ બાદ ભુતાન પ્રવાસન માટે ખુલ્યુ ત્યારે એણે ભારતીયો પર એસડીએફ લગાવી દીધો. કેટલાય લોકોનું કહેવું છે કે તેમને લગ્નનું પ્રમાણપત્ર નથી મળ્યું. એવા પણ કિસ્સાઓ છે જેમાં ભુતાની યુવકયુવતીઓને લગ્ન બાદ 15-15 વર્ષ સુધી લગ્નનું પ્રમાણપત્ર મેળવવા માટે રાહ જોવી પડી હોય.
આ જ સમસ્યા પર જુઓ, ભુતાન અને ભારતની સરહદથી પર બીબીસી સંવાદદાતા રજનીશ કુમારનો ખાસ અહેવાલ.

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો
