રેડિયો દિવસ : 200 વધુ પ્રકારના જૂના દુર્લભ રેડિયોનો સંગ્રહ ધરાવતા એ નિવૃત્ત શિક્ષક
અલગ અલગ પ્રકારના અને જુદી જુદી કંપનીના રેડિયોનો સંગ્રહ અમરેલીના ચલાળાના સુલેમાન દલ પાસે છે.
તેઓ કહે છે કે 20-25 વર્ષથી મને જૂના રેડિયોનો સંગ્રહ કરવાનો શોખ જાગ્યો છે.
નિવૃત શિક્ષક સુલેમાન દલનું ઘર જાણે કે રેડિયો મ્યુઝિયમ લાગે છે.
તેમની પાસે 200થી વધુ રેડિયોનો સંગ્રહ છે.
દસમાં ધોરણ પછી તેમણે રેડિયોનો કોર્સ કર્યો હતો.
તે સમયે વાલ્વવાળા રેડિયોનો જમાનો હતો.
સુલેમાનભાઈ 1963થી રેડિયોનું રિપેરિંગ કામ કરતા આવ્યા છે.
નિવૃત્તિ બાદ પેન્શનમાંથી બચત રેડિયામાં ખર્ચ કરતા ગયા અને તેમના ખજાનામાં રેડિયો ઉમેરાતા ગયા.

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો
