મહારાષ્ટ્રના વિદર્ભમાં લોકો કેમ ફરી જાતિ તરફ વળી રહ્યા છે?
100 વર્ષ પહેલાં મહારાષ્ટ્રના વિદર્ભ વિસ્તારના મંગરુળ દસ્તગીરી ગામમાં જાતિવાદ સામે ચળવળ શરૂ થઈ અને ઘણા લોકો પોતાની જાતિ ત્યજી દીધી હતી.
પણ હવે તેઓ ફરી પોતાની જાતિ નોંધાવવા માગે છે.
ગામલોકો કહે છે કે પહેલાં એવો સમય હતો કે અમે ગર્વથી કહેતા હતા કે અમારી કોઈ જાતિ નથી, પરંતુ હવે એવો સમય આવ્યો છે કે હવે એમ કહી શકીએ એવી સ્થિતિ નથી.
ગણપતિ મહારાજે લોકોને જાતિ છોડવાની અપીલ કરી હતી. તેને વિદર્ભમાં સારો પ્રતિસાદ મળ્યો હતો.
સમગ્ર પ્રકરણને જાણીએ બીબીસી સંવાદદાતા નામદેવના આ અહેવાલમાં...

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો
