You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
મોરબી બ્રિજ : હુસૈન પઠાણ જેઓ લોકોને બચાવવા નદીમાં કૂદી પડ્યા
ગુજરાતમાં ગત રવિવારે મચ્છુ નદી પરનો ઝૂલતો પુલ તૂટી ગયો અને તેમાં 135 જેટલા લોકોનાં મોત થયાં.
જ્યારે આ બનાવ બન્યો ત્યારે મોરબીના અનેક સ્થાનિક લોકો એવા હતા જેઓ પોતાના જીવની પરવાહ કર્યા વિના લોકોને બચાવવા નદીમાં કૂદી પડ્યા હતા. હુસૈન પઠાણ પણ આ યુવકોમાંના એક છે.
બીબીસી ગુજરાતી સાથેની વાતચીતમાં તેમણે જણાવ્યું કે કેવી રીતે તેઓ પાણીમાંથી લોકોને બચાવતા રહ્યા.
તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો