મોરબી : મચ્છુ નદી પર આવેલો ઝૂલતો પુલ તૂટ્યો, અનેક લોકો નદીમાં પડ્યા
ગુજરાતના મોરબીમાં ઝૂલતા પુલની દુર્ઘટનાના સમાચાર છે. આ દુર્ઘટનામાં પુલ પર હાજર સંખ્યાબંધ લોકો નદીમાં પડ્યા હોવાની માહિતી મળી રહી છે.
એક સદી જૂનો મચ્છુ નદી પરનો ઝૂલતો પૂલ તૂટ્યો છે, સહેલાણીઓ મચ્છુ નદીમાં તણાયા હોવાના સમાચાર છે. બચાવ અને રાહત કાર્ય ચાલી રહ્યું છે.
શહેરની પાસેથી પસાર થતી નદી પર આવેલો આ પુલ વર્ષોથી બંધ હતો. જોકે, તાજેતરમાં જ તેને સમારકામ બાદ ફરીથી લોકો માટે ખુલ્લો મુકાયો હતો.

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો
