દાહોદના આદિવાસીઓની આવી પરંપરા જોઈ છે? દોડતી ગાયો નીચે લોકો સૂઈ જાય છે

વીડિયો કૅપ્શન, Dahod ના આદિવાસીઓની આવી પરંપરા નહીં જોઈ હોય?

ગુજરાતમાં અવનવી આદિવાસી સંસ્કૃતિઓ છે, અને એમાંથી જ એક ગાય ગોહરીના ઉત્સવની પરંપરા છે.

દાહોદના ગરબાડા, ગાંગરડીમાં આ વર્ષે પણ તેની ઉત્સાહભેર ઉજવણી કરવામા આવી હતી. દાહોદના આદિવાસી વિસ્તારોમાં નવા વર્ષેની ઉજવણી આ પરંપરાગત ઉત્સવ દ્વારા થાય છે.

ગરબાડા તાલુકાના ગાંગરડીમાં નવા વર્ષ નિમિત્તે આદિવાસીઓ પોતાની ગાયોને રંગરોગાન કરે છે. ત્યારબાદ ગાયોને ઘૂઘરા, મોરિંગા અને મોરપિંચ્છ સાથે શણગારી ગામમાં લઈ આવવામાં આવે છે.

આ ઉત્સવને ગાય ગોહરી ઉત્સવ કહે છે જેમાં યુવાનો ગામની શેરીઓમાં નીચે સૂઈ જાય છે અને બીજી તરફથી ગાયોનું ધણ દોડાવવામાં આવે છે.

વર્ષોથી ચાલી આવતી આ પરંપરા સાથે આદિવાસીઓ સંસ્કૃતિનો ભાગ છે. જોકે તે ખતરનાક પણ છે, તેમાં ઈજા થવાની શક્યતા પણ રહેલી છે.

લાઇન

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો

લાઇન