ભારત સરકાર ચલણી નોટો પર ગણેશ અને લક્ષ્મીની તસવીરો છાપે : અરવિંદ કેજરીવાલ

વીડિયો કૅપ્શન, અરવિંદ કેજરીવાલે કરી ભારતીય ચલણ પર દેવી દેવતાઓની તસવીરની વાત

દિલ્હીના મુખ્ય મંત્રી અરવિંદ કેજરીવાલે ભારતીય ચલણી નોટો પર ગાંધીજીની તસવીરની સાથે સાથે ગણેશ અને લક્ષ્મીજીની તસવીરો છાપવાની પણ કેન્દ્ર સરકાર અને વડા પ્રધાનને અપીલ કરી છે.

દિલ્હીના મુખ્ય મંત્રી અને આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલે કેન્દ્ર સરકાર અને વડા પ્રધાનને ભારતીય રૂપિયાની ચલણી નોટો પર મહાત્મા ગાંધીની તસવીરની સાથે સાથે ગણેશ અને લક્ષ્મીની તસવીરો પણ છાપવાની માંગણી કરી છે.

સમાચાર સંસ્થા એએનઆઈએ ટ્વીટ કરીને આ માહિતી આપી છે. કેજરીવાલ જણાવ્યું હતું કે, "હું કેન્દ્ર સરકાર અને વડા પ્રધાનને અપીલ છે કે ભારતીય કરન્સી (ચલણી નોટ) પર એક બાજુ ગાંધીજીની તસવીર છે, એ એમ જ રહેવી જોઈએ, પરંતુ બીજી બાજુ શ્રી ગણેશજી અને શ્રી લક્ષ્મીજીની તસવીરો ભારતીય કરન્સી પર લાગવી જોઈએ. "

આ સાથેના વીડિયોમાં કેજરીવાલને એમ કહેતાં જોઈ શકાય છે કે, "ભારતીય અર્થવ્યવસ્થાને સુધારવા, ભારતને આગળ પ્રગતિ કરાવવા માટે ઘણાં બધા પ્રયત્નોની જરૂર છે, પરંતુ તેની સાથે સાથે દેવી-દેવતાઓના આશિર્વાદની પણ જરૂરિયાત છે."કેજરીવાલે ચલણી નોટ પર મહાત્મા ગાંધી સાથે લક્ષ્મી અને ગણેશની તસવીરની માગ કરી

લાઇન

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો

લાઇન