યુકેનાં વડાં પ્રધાન લીઝ ટ્રસના રાજીનામા બાદ વડા પ્રધાનપદની રેસમાં હવે કોણ?

વીડિયો કૅપ્શન, યુકેનાં વડાં પ્રધાન લીઝ ટ્રસના રાજીનામા બાદ વડા પ્રધાનપદની રેસમાં હવે કોણ?

યુકેમાં રાજકીય સ્થિતિ વિકટ છે. બ્રિટનનાં વડાં પ્રધાન લિઝ ટ્રસે ગુરુવારે તેમના પદ પરથી રાજીનામું આપી દીધું છે.

તેમણે વડા પ્રધાન કાર્યાલય 10 ડાઉનિંગ સ્ટ્રીટ સામે પત્રકારો સાથે વાત કરતી વખતે કહ્યું કે, જે મૅન્ડેટ હેઠળ તેમની નિમણૂક થઈ હતી, તેને તેઓ પૂર્ણ કરી નહીં શકે.

તેમણે કહ્યું કે જ્યારે તેમની નિમણૂક વડાં પ્રધાનપદ માટે થઈ એ સમયે "આર્થિક અને આંતરરાષ્ટ્રીય દૃષ્ટિએ અસ્થિરતાનો સમય હતો."

લિઝ ટ્રસે એવું પણ કહ્યું કે તેમણે ગુરુવારે પોતાની પાર્ટીના સંસદીય દળના ચૅરમૅન સર ગ્રાહમ બ્રેડીની મુલાકાત લીધી હતી.

તેમણે કહ્યું કે, બંને વચ્ચે એ વાતની સહમતિ સધાઈ છે કે પાર્ટીના નેતાની નિમણૂક આવતા અઠવાડિયે થશે અને જ્યાં સુધી તેમના ઉત્તરાધિકારીની પસંદગી ન થાય, ત્યાં સુધી તેઓ કાર્યકારી વડાં પ્રધાન તરીકે પદભાર સંભાળશે.

ત્યારે હવે યુકેમાં આગળ શું થશે, સમજીએ આ વીડિયો અહેવાલમાં...

લાઇન

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો

લાઇન