યુક્રેનમાં ઘણાં શહેરોમાં યુદ્ધના પરિણામે અંધારપટ, નાગરિકો ભોગવી રહ્યા છે હાલાકી
યુક્રેનના વિસ્તારોને રશિયાએ ગેરકાયદે પોતાની સાથે જોડવાની જાહેરાત કરી છતાં યુક્રેન આત્મવિશ્વાસ સાથે તેનો સામનો કરી રહ્યું છે.
યુક્રેનમાં ચાલતા યુદ્ધને અનેક દિવસો થઈ ગયા છે, છતાં યુદ્ધ ચાલુ છે અને રશિયા દિવસેદિવસે વધુ આક્રમક બની રહ્યું છે.
રશિયા સામેના જંગમાં આ અઠવાડિયે યુક્રેન સામે કેટલાક નવા પડકારો છે.
યુદ્ધની પરિસ્થિતિને કારણે નાગરિકોને વીજળીનો વપરાશ ઘટાડવાની સલાહ અપાઈ છે.
યુદ્ધના કારણે પુરવઠામાં થયેલ ઘટાડાના કારણે સરકાર ભવિષ્યમાં પણ વીજળીની સમસ્યા યથાવત્ રહેવાના સંકેત આપી ચૂકી છે.
રસ્તા હોય કે માર્કેટ બધે આ વાતની અસર જોવા મળી રહી છે. લોકો પોતાનાં રોજિંદાં કામો અંધારામાં રહીને કરવા મજબૂર બન્યા છે.
આ અંધારપટનું કારણ ઘણી જગ્યાએ મિસાઇલ હુમલા પણ છે. તે પૈકી જ એક છે લવીવ.
યુદ્ધમેદાનની પરિસ્થિતિ અંગે વધુ જાણવા માટે જોઈએ આજની કવર સ્ટોરી.

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો
