એ વૃદ્ધ મહિલા જેમની ફૂલોની ખીણ જોવાની ઇચ્છા પુત્રોએ ખભે બેસાડીને પૂરી કરી

વીડિયો કૅપ્શન, એ પુત્રો જેમણે વૃદ્ધ માતાને ખભે બેસાડીને ફૂલોની વાદીના દર્શન કરાવ્યાં

આ કહાણી માતા અને તેમના બે પુત્રની છે.

કેરળનાં 87 વર્ષીય અલીકુટ્ટી પૉલ નીલકુરિંજીનાં ફૂલો જોવા માંગતાં હતાં.

આ દુર્લભ ફૂલ 12 વર્ષમાં એક વાર ખીલે છે.

માતાની આ ઇચ્છા વિશે તેમના બંને પુત્ર રાજન અને સત્યનને ખબર પડી તો તેઓ નીલકુરિંજીનાં ફૂલો જોવા ઈડુકી નીકળી પડ્યા.

તેઓ 100 કિલોમિટર સુધી માતાને ગાડીમાં લઈ ગયા.

ત્યાર બાદ દુર્ગમ માર્ગને કારણે ખભે બેસાડીને લઈ ગયા અને માતાને ફૂલોની ખીણનો નજારો બતાવ્યો.

લાઇન

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો

લાઇન