જોખમ હોવા છતાં ઈરાનમાં મહિલાઓ કરી રહી છે હિજાબ વિરુદ્ધ ઉગ્ર પ્રદર્શનો, શું છે માગો?
ઈરાનમાં પાછલા કેટલાક સમયથી મહિલાઓના અધિકારો મામલે પ્રદર્શન થઈ રહ્યાં છે.
રાજાશાહની ઉથલાવીને નવા સ્થાપિત કરાયેલ ઇસ્લામિક ગણતંત્ર સામે પ્રથમ વખત આટલાં વ્યાપક પ્રદર્શનો થઈ રહ્યાં છે.
આ પ્રદર્શનોમાં મહિલાઓ અને મોટા ભાગે યુવાનો પોતાની પસંદગીના અધિકારો અને સ્વતંત્રતા માટે ઝઝૂમી રહ્યાં હોવાનું જણાવાઈ રહ્યું છે.
વિવિધ વર્ગના લોકો વિરોધપ્રદર્શનનો હિસ્સો બની રહ્યા હોવાથી આંદોલનમાં આસમાને પહોંચેલા ચીજવસ્તુઓના ભાવ તથા વ્યાપક બેરોજગારીથી માંડીને ભ્રષ્ટાચાર તથા રાજકીય દમન જેવા મુદ્દાઓ પણ ભળી રહ્યા છે.

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો
