શી જિનપિંગની ચીનમાં આટલી બધી લોકપ્રિયતાનું રહસ્ય શું છે?
ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ ઐતિહાસિક રીતે ત્રીજી વખત સત્તા પર કબજો કરવા જઈ રહ્યા છે.
કેટલાક લોકોએ પહેલેથી જ આગાહી કરી હતી કે તેઓ છેલ્લા કેટલાક દાયકામાં ચીનના રાજકારણમાં સૌથી પ્રભાવશાળી નેતા બનશે.
શી જિનપિંગે 2012માં સત્તા સંભાળી ત્યારથી તેમના શાસન હેઠળ ચીન સરમુખત્યારશાહી શાસન તરફ અગ્રેસર થયું છે.
કેટલાક તેમને ચીનના સામ્યવાદી ક્રાંતિના નેતા અને પૂર્વ શાસક માઓ કરતાં પણ વધુ સરમુખત્યાર માને છે.
તેમની આ લોકપ્રિયતાનું રહસ્ય શું તેના વિશે જાણીએ આજની કવર સ્ટોરીમાં.

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો
