ગુજરાત વિધાનસભાની ચૂંટણી : કૉંગ્રેસમાં બધા નેતા, કાર્યકર બનીને કોઈ કામ કરતું નથી : અહમદ પટેલનાં પુત્રી મુમતાઝ

વીડિયો કૅપ્શન, કૉંગ્રેસની વર્તમાન સ્થિતિ અંગે શું કહે છે અહેમદ પટેલના પુત્રી મુમતાઝ?

ગુજરાત વિધાનસભાની ચૂંટણી આગામી બે મહિનામાં યોજાય તેવી શક્યતા છે. ત્યારે ગુજરાત કૉંગ્રેસની હાલની પરિસ્થિતિ અંગે કૉંગ્રેસના દિવંગત નેતા અહમદ પટેલનાં પુત્રી મુમતાઝ પટેલે સાથે બીબીસીએ વાત કરી હતી.

બીબીસી સાથેની વાતચીતમાં તેમણે કહ્યું કે કૉંગ્રેસ હાલ વેરવિખેર થઈ ગઈ છે. લોકો અલગઅલગ કામ કરી રહ્યા છે. એકસાથે મળીને કોઈ કામ કરતું જોવા મળી રહ્યું નથી.

તેમણે કહ્યું, "કૉંગ્રેસમાં બધા નેતા બની રહ્યા છે પણ કોઈ કાર્યકર તરીકે કામ કરી રહ્યું નથી."

જ્યારે તેમને પ્રશ્ન પૂછવામાં આવ્યો કે જો અહમદ પટેલ આજે હાજર હોત તો પરિસ્થિતિ કેવી હોત? તો તેમણે જવાબ આપ્યો હતો, "જો તેઓ હાજર હોત તો ચોક્કસ પરિસ્થિતિ તદ્દન જુદી હોત. તેઓ બધાને સાથે રાખીને ચાલવામાં માનતા હતા. તેમનામાં નિરાશ લોકોને સરળતાથી મનાવવાની આવડત હતી."

ચૂંટણી લડવા અંગે મુમતાઝ પટેલે કહ્યું કે તેઓ પોતાની મરજીથી ચૂંટણી લડવા માગતાં નથી પણ જો લોકોની ઇચ્છા હશે તો તેઓ લોકસભાની ચૂંટણી લડશે અને તે માટે ભરૂચની જ પસંદગી કરશે.

મુમતાઝ પટેલે ચૂંટણી, અહમદ પટેલ સિવાય અન્ય ઘણી બાબતો વિશે ચર્ચા કરી હતી, એ માટે જુઓ વીડિયો...

લાઇન

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો

લાઇન