હિંદુ ધર્મનો ત્યાગ કરીને બૌદ્ધ ધર્મ અંગીકાર કરવાનો ઇતિહાસ શું છે?
બૌદ્ધ ધર્મના એક દીક્ષા કાર્યક્રમમાં સહભાગી થયા બાદ દિલ્હીના અરવિંદ કેજરીવાલ સરકારના એક મંત્રી રાજેન્દ્ર પાલ ગૌતમે રાજીનામું આપવું પડયું છે.
ભારતીય જનતા પાર્ટીએ આરોપ મૂકયો છે કે કાર્યક્રમમાં હિંદુ દેવી દેવતાઓનો અનાદર કરવામાં આવ્યો હતો.
જોકે, હિંદુ ધર્મ ત્યજીને બૌદ્ધ ધર્મ અંગીકાર કરવાનો સિલસિલો ભારતમાં ત્યારથી ચાલુ છે, જ્યારે ભારતીય સંવિધાનના નિર્માતાઓમાંથી એક ડૉ. ભીમરાવ આંબેડકરે વર્ષ 1956માં બૌદ્ધ ધર્મ અંગીકાર કર્યો હતો.
તો આ વાતને અત્યારે મુદ્દો બનાવીને કયું નિશાન સાધવામાં આવી રહ્યું છે?
બીબીસી સંવાદદાતા ફૈસલ મોહમ્મદ અલી તે વર્ષે નાગપુરમાં થયેલા એક આવા જ ધર્માંતરણ કાર્યક્રમમાં સામેલ થયા.
જોઈએ આ અહેવાલમાં.

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો
