'અનંત પટેલ પરનો હુમલો કોઈ વ્યક્તિગત નહીં પણ આદિવાસી સમાજ પર છે'- અમિત ચાવડા
ગુજરાતમાં આગામી વિધાનસભાની ચૂંટણી પહેલાં પક્ષોમાં એકબીજા પર આરોપનો દોર પણ શરૂ થયો છે.
તાજેતરમાં ગુજરાત કૉંગ્રેસના ધારાસભ્ય અનંત પટેલ પર હુમલો કરવામાં આવ્યો હતો, જેના પડઘા પણ સોશિયલ મીડિયામાં પડ્યા હતા.
અનંત પટેલ પર થયેલા હુમલા અંગે બીબીસી સંવાદદાતા તેજસ વૈદ્યે કૉંગ્રેસના ભૂતપૂર્વ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા સાથે વાત કરી.
તેમણે આ હુમલા મામલે ભાજપ પર આક્ષેપ કર્યા અને કહ્યું કે આમાં ભાજપનો જ હાથ છે.

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો
