ગુજરાતનું એ ગામ, જે હજુ પણ વિકાસની રાહ જુએ છે
રંગીલા રાજકોટના વિકાસની આ એ બાજુ છે, જે કદાચ પહેલાં તમે ક્યારેય જોઈ નહીં હોય.
રાજકોટ અમદાવાદ હાઈ-વે પર આવેલ કવાડવા ગામની મુલાકાત લો તો લાગે જ નહીં કે વિકાસ અહીં સુધી પહોંચ્યો હોય.
અહીં વિકાસના નામે લોકોએ એટલું જ જોયું છે કે પહેલાં દસેક દિવસમાં એક વખત પાણી આવતું હતું, જે હવે ત્રણ-ચાર દિવસે એક વખત આવે છે.
આશરે 15 હજાર લોકોની વસતી ધરાવતા આ ગામની મહિલાઓ આજે પણ સરકારી ટાંકે કપડાં અને વાસણ ધોવા જાય છે.
વાસ્મો યોજના અંતર્ગત દરેક ઘર સુધી નળ તો પહોંચ્યા પણ વીજળીના અભાવે દરેક ઘર સુધી પાણી પહોંચતું નથી.
ગામની મહિલાઓનું કહેવું છે કે ચૂંટણી વખતે તેમને પાણી મળે છે, પણ ચૂંટણી પૂરી થતા જ સ્થિતિ ઠેરની ઠેર રહે છે.

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો
