ખેડા જિલ્લામાં પોલીસે જેમને માર્યા ત્યાં હાલ કેવો માહોલ છે?

ખેડા જિલ્લાના માતર તાલુકાના ઉંઢેલા ગામમાં ત્રીજી ઑક્ટોબરે ગરબા દરમિયાન મુસ્લિમોએ કથિતપણે પથ્થરમારો કર્યો હોવાનો બનાવ બન્યો હતો.

આ ઘટના બાદ પોલીસ ગામમાં કેટલાક આરોપી યુવાનોને થાંભલે બાંધીને મારતી હોવાના વીડિયો વાઇરલ થયા હતા. આ વીડિયોમાં એક તરફ પોલીસ યુવાનોને મારી રહી હતી. ત્યારે બીજી બાજુ કથિત રીતે ગામલોકો તાળીઓ પાડી રહ્યા હતા.

આ વાઇરલ વીડિયો ખેડાના ઉંઢેરા ગામનો હોવાનો દાવો કરાઈ રહ્યો છે.

બે કોમ વચ્ચે ઘર્ષણ ન થાય એ માટે ગામમાં ચુસ્ત બંદોબસ્ત ખડકી દેવામાં આવ્યો હતો.

જુઓ ગ્રાઉન્ડ રિપોર્ટ.

વીડિયો : સાગર પટેલ / પવન જયસ્વાલ

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો