બાંગ્લાદેશમાં કોમી હિંસાને એક વર્ષ પૂર્ણ, મંડપની સુરક્ષા માટે મુસલમાન સમાજ અગ્રેસર
હવે વાત બાંગ્લાદેશની, જ્યાં નોઆખલીનો મુસલમાન સમાજ આ વર્ષે મૂર્તિઓની સુરક્ષા કરવામાં અગ્રેસર છે કારણ કે ગયા વર્ષે દુર્ગા પૂજા દરમિયાન બાંગ્લાદેશમાં કોમી હિંસા ફાટી નિકળી હતી.
નોઆખલીમાં જ ચૌમુહાનીમાં મોટાભાગની મૂર્તિઓને નુકસાન પહોંચાડવામાં આવ્યું હતું. આ હિંસા દરમિયાન છ મંદિર, ઇસ્કૉન મંદિર અને સાત પૂજાના મંડપો સહિત અનેક હિન્દુ લોકોનાં ઘરો તોડી આગને હવાલે કરી દેવાયાં હતાં.
એટલે ગયા વર્ષના અનુભવો પછી આ વર્ષે પણ નોઆખલીમાં હિન્દુ સમાજ ભયના માહોલની વચ્ચે જ પૂજાપાઠ કરી રહ્યા છે. આ વીડિયોમાં જુઓ બાંગ્લાદેશથી બીબીસી સંવાદદાતા શહનવાઝ રૉકીનો અહેવાલ.

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો
