પંજાબમાં 'જબરજસ્તીથી ધર્મ પરિવર્તન'ના વિવાદનું સત્ય શું છે? - ગ્રાઉન્ડ રિપોર્ટ

વીડિયો કૅપ્શન, કથિત રીતે બળજબરી પૂર્વક કરાવાઈ રહેલા ધર્મ પરિવર્તનના આરોપોનું શું છે સત્ય ?

પંજાબમાં જબરદસ્તીથી ધર્મ પરિવર્તનને લઈને ભારે વિવાદ ચાલી રહ્યો છે.

અમૃતસર નજીક એક ગામમાં ખ્રિસ્તી મિશનરીઓનો એક કાર્યક્રમ ચાલી રહ્યો હતો ત્યાં કેટલાક નિહંગ શીખો પહોંચ્યા અને બંને સમુદાયના કેટલાક લોકો વચ્ચે અથડામણ થઈ હતી.

પોલીસે 150 નિહંગો વિરુદ્ધ કેસ દાખલ કર્યો હતો.

અકાલ તખ્તના જથેદારે તેનો સખત વિરોધ કર્યો હતો. તેમણે કહ્યું કે નિહંગો બળજબરીથી થતા ધર્માંતરણને રોકવા માટે ત્યાં ગયા હતા.

એક અખબારને આપેલા ઈન્ટરવ્યૂમાં જથેદાર જ્ઞાની હરપ્રીતસિંહે એમ પણ કહ્યું હતું કે પંજાબની સ્થિતિએ તેમને ધર્મપરિવર્તન વિરુદ્ધ કાયદાની માગ ઉઠાવવાની ફરજ પાડી છે.

અકાલ તખ્તના જથેદાર જ્ઞાની હરપ્રીતસિંહે નિવેદન આપ્યું હતું કે પંજાબના શીખો અને હિંદુઓને ખ્રિસ્તી બનાવવાના પ્રયાસો થઈ રહ્યા છે અને આ બધું સરકારની રહેમનજર હેઠળ થઈ રહ્યું છે.

શું છે આ મુદ્દાની જમીની વાસ્તવિકતા જોઈએ સરબતજિતસિંહ ધાલીવાલના આ અહેવાલમાં અને આ વીડિયો અહેવાલમાં ધર્મપરિવર્તન અંગેના કાયદા અંગેની સમજ મેળવીએ.

લાઇન

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો

લાઇન