યુક્રેન સામે રશિયનોને એકજૂથ કરવાની પ્રકિયાનો ભારે વિરોધ, પુતિને ભૂલ સ્વીકારી
રશિયાએ સ્વીકાર્યું છે કે યુક્રેન સાથેના યુદ્ધમાં લડવા માટે લોકોને એકજૂથ કરવાની પ્રક્રિયામાં ભૂલો થઈ છે અને દેશમાં વધી રહેલા વિરોધ વચ્ચે રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને પોતાની ભૂલ સ્વીકારી છે.
રશિયન રાષ્ટ્રપતિના પ્રવક્તાએ કહ્યું, "કેટલાક એવા કિસ્સાઓ છે, જ્યાં નિયમોનું ઉલ્લંઘન કરાયું છે." તેમણે એવું પણ કહ્યું છે, "દરેક ભૂલને સુધારવામાં આવશે."
રશિયામાં વધુ ત્રણ લાખ સૈનિકોને બોલાવવાના પ્રયાસનો ભારે વિરોધ થઈ રહ્યો છે.
યુદ્ધમાં ભાગ લેવાથી બચવા માટે સરહદ પર રશિયા બહાર જવા માગતા લોકોની લાંબી કતારો લાગી છે.
સોશિયલ મીડિયા પર એવી પણ માહિતી ફેલાઈ રહી છે કે બિનઅનુભવી, વૃદ્ધો તેમજ વિકલાંગોની પણ ભરતી કરવામાં આવી રહી છે.
આ મુદ્દાને લઈને બીબીસી રશિયન સેવાના સંપાદક સ્ટીવ રોઝનબર્ગનો વિશેષ અહેવાલ..
નોંધ: આ અહેવાલના કેટલાંક દૃશ્યો આપને વિચલિત કરી શકે છે.

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો
