ઇટાલી : બીજા વિશ્વયુદ્ધ બાદ પ્રથમ વાર દક્ષિણપંથી સરકાર, આગામી મહિલા PMની વિશ્વમાં ચર્ચા કેમ?
ઇટાલીમાં જમણેરી જૂથની પાર્ટી 'બ્રધર્સ ઑફ ઇટાલી'એ ચૂંટણી જીતવાનો દાવો કર્યો છે.
જાહેર કરાયેલાં પરિણામો મુજબ ઇટાલીના ઇતિહાસમાં બીજા વિશ્વયુદ્ધ બાદ પ્રથમ વખત જમણેરી જૂથ સરકાર બનાવવા જઈ રહ્યું છે.
આ જૂથ દ્વારા જ્યૉર્જિયા મેલોનીને વડાં પ્રધાન તરીકે જાહેર કરવામાં આવ્યાં છે. તેઓ વડાં પ્રધાન તરીકે શપથ લેનારાં દેશનાં પ્રથમ મહિલા હશે.
તેમની પાર્ટી 'બ્રધર્સ ઑફ ઇટાલી' અન્ય બે જમણેરી પાર્ટીઓ સાથે ગઠબંધન કરીને સરકાર બનાવવા જઈ રહી છે.

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો
