LGBTQ સમુદાયે ગાંધીનગરમાં કાઢેલી પ્રાઇડ પરેડમાં શું કહ્યું?
ગાંધીનગર ખાતે રવિવારે LGBTQ સમુદાયે રેલીનું આયોજન કર્યું હતું.
આ રેલીમાં દેશભરમાંથી આ સમુદાય સાથે સંકળાયેલા લોકો હાજર રહ્યા હતા.
સમુદાયના લોકોએ કહ્યું કે 'અમે ઉત્સવ માનવી રહ્યા છીએ, અમારું અસ્તિત્વ છે અને અમને અમારી લૈંગિકતા પર ગર્વ છે.'
તેમણે પોતાના હકની પણ વાત કરી હતી અને સમાજ તેમને સ્વીકારે તેવી પણ વાત કરી હતી.
જુઓ સાગર પટેલનો અહેવાલ.

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો
