યુક્રેન યુદ્ધ : લાખો રિઝર્વ સૈનિકોને ફરજ પર બોલાવવાનો પુતિનનો આદેશ, હવે રશિયા શું કરશે?
રશિયા હજુ થોડા સમય પહેલાં સુધી દાવો કરતું હતું કે યુક્રેનમાં તેમનું સૈન્યઅભિયાન યોજના પ્રમાણે ચાલી રહ્યું છે. જોકે, હવે પરિસ્થિત બદલાઈ છે.
રાષ્ટ્રજોગ સંબોધનમાં રાષ્ટ્રપતિ પુતિને દેશની સૈન્યગતિવિધિને વધુ વેગ આપવાની ઘોષણા કરી છે. એનો અર્થ એ છે કે રશિયાની સેનામાં સેવા આપી ચૂકેલા લોકોને પાછા બોલાવામાં આવી રહ્યા છે.
પુતિને કહ્યું છે કે સ્વતંત્ર ભૂભાગના લોકોની સુરક્ષા માટે તત્કાળ નિર્ણય લેવાની જરૂર છે. આ સાથે જ તેમણે રશિયાના રક્ષામંત્રાલયને સેનાને સાવધાન કરવાનો આદેશ પણ આપ્યો છે.
સૈનિકનો દરજ્જો મેળવનારા તમામ નાગરિકોને એકજૂથ કરવામાં આવી રહ્યા છે. એમની તૈયાર કરાયેલી સૈન્યટુકડિઓ બુધવારથી યુક્રેન માટે રવાના થવાની શરૂ થશે.
ત્યારે શું છે પુતિનની આ ચેતવણીનો અર્થ અને હવે યુક્રેનના યુદ્ધમાં રશિયાની શું હોઈ શકે રણનીતિ, તેના પર જુઓ, બીબીસીની આ કવર સ્ટોરી.

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો
