કોણ છે કિંગ ચાર્લ્સ તૃતીય?

એલિઝાબેથ દ્વિતીયના 1947માં લગ્ન થયાંનાં બીજા વર્ષે 1948માં ચાર્લ્સનો જન્મ થયો હતો.

વર્ષ 1969માં તેમને ઔપચારિક રીતે પ્રિન્સ ઑફ વૅલ્સની પદવી આપવામાં આવી હતી.

ત્યાર બાદ 1971માં તેઓ સેનામાં જોડાયા હતા.

વર્ષ 1981માં તેમણે લેડી સ્પેન્સર સાથે લગ્ન કર્યાં અને 1996માં તેમના છૂટાછેડા થયા હતા.

આ લગ્નથી તેમને વિલિયમ અને હૅરી નામનાં બે પુત્રો મળ્યા.

બાદમાં વર્ષ 2005માં તેમણે પ્રેમિકા કૅમિલા સાથે લગ્ન કર્યાં હતાં.

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો