યુક્રેનના અણુમથકે વિશ્વમાં ચિંતા કેમ જન્માવી અને પરમાણુ ઊર્જા કેટલી જોખમી?
જળવાયુ પરિવર્તનનો મુદ્દો હવે કોઈ દૂરની વાત ના રહેતાં વરવી હકીકત બની ગઈ છે.
વિશ્વનાં કેટલાંય રાષ્ટ્રોમાં જળવાયુ પરિવર્તને પોતાની ભયંકર અસરો વર્તાવાનું શરૂ કરી દીધું છે. એવામાં વિશ્વ સમક્ષ હવે એક એવી ઊર્જાની જરૂરિયાત ઊભી થઈ છે, જેનાથી કાર્બનનું ઉત્સર્જન ઘટે અને પ્રદૂષણ ઓછું થાય.
પરમાણુ ઊર્જા આ મામલે શ્રેષ્ઠ વિકલ્પ સાબિત થવાની ક્ષમતા ધરાવે છે અને એટલે જ વિશ્વ એના ભણી વળી રહ્યું છે. જોકે, પરમાણુ ઊર્જા પોતાની સાથે કેટલાંક જોખમો પણ લાવે છે.
આવાં જ જોખમને જોતાં સંયુક્ત રાષ્ટ્રસંઘે યુક્રેનના ઝાપોરિઝિયા અણુમથકને સુરક્ષાઝોનમાં ફેરવવાની માગ કરી છે.
આ અણુમથક પર હુમલાઓ થયા હોવાનું રશિયા અને યુક્રેન બન્નેએ સ્વીકાર્યું છે અને એટલે જ આંતરરાષ્ટ્રીય સ્તરે પણ સંબંધિત મામલે ચિંતા વધી ગઈ છે.
આંતરરાષ્ટ્રીય અણુઊર્જા એજેન્સીના વડા રફાયેલ ગ્રોસીનું કહેવું છે કે તેઓ સ્થિતિને લઈને ઘણા ગંભીર છે.
આ જ મામલે જુઓ, બીબીસીની આ વિશેષ કવર સ્ટોરી...

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો
