અમદાવાદની આ સરકારી શાળા વરસાદનું દરેક ટીપું કેવી રીતે બચાવે છે?
અમદાવાદની આ સરકારી શાળા વૉટર હાર્વેસ્ટિંગ કરી રહી છે.
શાળામાં વરસાદી પાણીને એકત્ર કરવા માટે વૉટર રિચાર્જિંગ સિસ્ટમ મૂકવામાં આવી છે.
આ સિસ્ટમની મદદથી એક જ ઋતુમાં શાળાએ 10 હજાર લિટર પાણીનો સંગ્રહ કર્યો છે.
પાણીના સંગ્રહ માટે શાળાએ ભૂગર્ભ ટાંકો બનાવ્યો છે.
જેમાં લાગેલા એક મીટર વડે જાણી શકાય છે કે ટાંકામાં કેટલું પાણી એકઠું થયું છે.
એક સામાજિક સંસ્થાની મદદથી શાળામાં વૉટર હાર્વેસ્ટિંગ સિસ્ટમ ઊભી કરવામાં આવી છે.

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો
