કિંગ કોબ્રા : એક સાથે 25 કોબ્રા ક્યારેય જોયા છે?
આંધ્ર પ્રદેશના અનાકાપલ્લી જિલ્લામાં એકસાથે 25 કિંગ કોબ્રા સાપ દેખાયા જેમને જંગલમાં સુરક્ષિત મુક્ત કરી દેવામાં આવ્યા છે.
જૂન 2022માં ઇસ્ટર્ન વાઇલ્ડ લાઇફ સોસાયટીએ ક્રીશ્નાપાલેમ ગામના જંગલ વિસ્તાર નજીક કિંગ કોબ્રાનાં ઇંડાં જોયાં હતાં.
તેમાંથી બચ્ચાં ના નીકળ્યાં ત્યાં સુધી તેમણે ઇંડાંની માવજત કરી.
14 ઑગસ્ટના રોજ જ્યારે ઇંડાંમાંથી બહાર નીકળવાની તૈયારી હતી ત્યારે સાવચેતીપૂર્વક તેમનેં નજીકના જંગલમાં તેમને મૂકી દીધાં.

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો
