ઋષિ સુનક કે લિઝ ટ્રસ : સોમવારે થશે UKના નવા વડા પ્રધાનની જાહેરાત
બ્રિટનના આગામી વડા પ્રધાનની રેસમાં અંતિમ બે ઉમેદવારોનો નિર્ણય થઈ ગયો છે. બ્રિટનમાં વડા પ્રધાનપદની દાવેદારીની રેસમાં ભારતીય મૂળના ઋષિ સુનક પાંચમા રાઉન્ડમાં પણ સૌથી આગળ રહ્યા હતા. જ્યારે લિઝ ટ્રસ તેમને મજબૂત ટક્કર આપી રહ્યાં છે.
બોરિસ જૉન્સનની જગ્યાએ કન્ઝર્વેટિવ પાર્ટીના નેતા ઋષિ સુનક અથવા લિઝ ટ્રસ પીએમનું પદ સંભાળશે. કન્ઝર્વેટિવ સાંસદોના મતદાનના છેલ્લા રાઉન્ડમાં આ નિર્ણય લેવામાં આવ્યો હતો.
હવે જોવાનું એ રહેશે કે 5મી સપ્ટેમ્બરે બ્રિટનના આગામી વડા પ્રધાનના નામની જાહેરાતમાં તાજ કોના શિરે પહેરાવવામાં આવે છે. આ માટે પાર્ટીના 1.6 લાખ સભ્યો પાસે પોસ્ટલ બૅલેટ દ્વારા મતદાન કરાવાયું હતું.
ઋષિ સુનકે તેમના પ્રચારમાં દેશની અર્થવ્યવસ્થાને મજબૂત કરવાનું વચન આપ્યું છે.
લિઝ ટ્રસે કૅબિનેટમંત્રી તરીકે સરકારમાં લાંબો સમય વિતાવ્યો છે. તેમણે તાત્કાલિક ટૅક્સમાં ઘટાડો કરવાનું વચન પણ આપ્યું છે.

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો
