વડા પ્રધાન મોદીએ લોકાપર્ણ કર્યું તે અટલ બ્રિજની શું ખાસિયત છે?
અમદાવાદમાં સાબરમતી નદી પરનો ફૂટ ઓવર બ્રfજ બનીને તૈયાર થઈ ગયો છે.
પૂર્વ વડા પ્રધાન અટલ બિહારી વાજપેયીના નામથી પ્રેરિત થઈને તેનું નામ અટલ બ્રિજ નામ અપાયું છે.
વડા પ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે તેનું ઇ-લોકાર્પણ થયું અને જાહેર જનતા માટે તેને ખુલ્લો મુકાયો છે.
એલઈડી લાઇટ અને સુશોભન સાથેનો આ બ્રીજ 300 મીટર લાંબો અને 14 મીટર પહોળો છે.
જે પશ્ચિમમાં ફ્લાવર ગાર્ડન તો નદીના પૂર્વ ભાગમાં બહુ જલદી જ નિર્માણ પામનારા આર્ટ્સ ઍન્ડ કલ્ચર સેન્ટરને જોડશે.

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો
